Gerresheimer AG

કામકાજના સ્થળે હાનિકારક વર્તન આપણને સૌ ને અસર કરે છે!

Gerresheimer પોતાના Gerresheimer ગ્રુપના કર્મચારીઓ, શેરહોલ્ડરો અને ધંધાકીય ભાગીદારોના વિશ્વાસને સુદ્રઢ બનાવવા માટે ઉત્તમતા અને ઊચ્ચ સ્તરની ગુણવત્તા માટે અત્યંત પ્રયત્નશીલ રહે છે. તેથી પ્રામાણિકતા અને કાચદાને અનુપાલક વર્તન Gerresheimer માટે સર્વોચ્ચ અગ્રતા ધરાવે છે.

Gerresheimer ની પ્રામાણિકતાની સુરક્ષા માટે અને કંપનીને સંભાવ્ય નુકસાન થતું અટકાવવા માટે Gerresheimer ને અનુપાલનના ઉલ્લંઘનો વિશે જાણવામાં રસ છે. પરંતુ, જો શક્ય હોય તો તમારે તમારી ચિંતાઓ સૌથી પહેલાં તમારા સમીપવર્તી કામકાજના પર્યાવરણના લોકોને જણાવવી જોઈએ, જેમ કે તમારા સુપરવાઈઝર, કંપની મેનેજમેંટ, હ્યુમન રિસોર્સીસ ડિપાર્ટમેંટ, કે વર્કસ કાઉંસિલ.

તે ઉપરાંત, Gerresheimer તેના કર્મચારીઓ તેમ જ તેના કસ્ટમરો, સપ્લાયરો અને અન્ય ધંધાકીય ભાગીદારોને અનુપાલનના સંભવિત ગંભીર ઉલ્લંઘનો વિશે રિપોર્ટ રજુ કરવા માટે એક સુરક્ષિત વ્હિસલ બ્લોઈંગ પોર્ટલ પેશ કરે છે. આ પોર્ટલમાં ગમે તે સમયે અને વિશ્વભરમાં ગમે ત્યાંથી રિપોર્ટ દાખલ કરી શકાય છે, જે નામ સહિત કરી શકાય કે અજ્ઞાતપણે પણ કરી શકાય, જો સંબંધિત રાષ્ટ્રીય કાચદાઓ અનુસાર અનામી રિપોર્ટીંગની પરવાનગી હોય તો. રજુ કરેલ રિપોર્ટો Gerresheimer AGના અનુપાલન (કમ્પ્લાયંસ) ડિપાર્ટમેંટને પાઠવવામાં આવશે કે જે એ રિપોર્ટની આગળ ઊપરની ગુપ્ત પ્રક્રિયા માટે જવાબદાર છે.

વ્હિસલ બ્લોઈંગ પોર્ટલ Gerresheimer માટે લક્ષમાં રાખવા જોગ ખતરાઓની પરખ અને નિવારણનું કાર્ય કરે છે. આ કારણસર, માત્ર અનુપાલનના ગંભીર ઉલ્લંઘનો (જેમ કે ભ્રષ્ટાચારના બનાવો, સ્પર્ધાત્મકતાના નિયમોના ઉલ્લંઘનો, ફ્રોડ અને હિસાબમાં ગોટાળાં) વિશેની માહિતી જ સ્વીકારાશે અને તેના પર પ્રક્રિયા થશે. જો તમારી પાસે એમ્પ્લોયમેંટ લો ના સામાન્ય વિષયો બાબત માહિતી હોય, તો અમે તમને તમારી ચિંતાઓ તમારી કંપનીની સક્ષમ સંપર્ક વ્યકિતઓ જેમ કે તમારા સુપરવાઈઝર, કે હ્યુમન રિસોર્સીઝ ડિપાર્ટમેંટ કે સિદ્ધાંતો અને ધોરણો વિષયક પ્રતિનિધિનો નો સંપર્ક કરવાનું કહીશું.

બીજી કોઈક વ્યકિત પર શંકા ઢાળવી તે વ્યક્તિ માટે ગંભીર પરિણામો લાવી શકે. તે કારણસર વ્હિસલ બ્લોઈંગ પોર્ટલનો ઊપયોગ જવાબદારીપૂર્વક કરવાનો છે. વ્હિસલ બ્લોઅરને માત્ર તે જ માહિતી આપવા માટે પ્રોત્સાહન અપાય છે કે જેના વિશે વ્હિસલ બ્લોઅરને દ્રઢ પ્રતીતિ હોય કે તે સત્ય છે. વ્હિસલ બ્લોઈંગ પોર્ટલનો ઊપયોગ જાણીજોઈને અસત્ય કે બદનક્ષીકારક કથનો કે માહિતી રજુ કરવા માટે કરવો નહીં.

મારે શા માટે રિપોર્ટ દાખલ કરવો?
વ્હિસલ બ્લોઈંગ પોર્ટલ દ્વારા હું ક્યા રિપોર્ટ રજુ કરી શકું?
રિપોર્ટ દાખલ કરવાની શું પ્રક્રિયા છે? હું પોસ્ટબોક્સ કેવી રીતે સેટઅપ કરી શકું?
મને પ્રતિપુષ્ટિ મળે અને છતાં પણ હું અજ્ઞાત રહી શકું તે કેવી રીતે બને?