Schaeffler AG

જોખમો વહેલાં શોધવા માટે અનિચ્છિત વિકસતી ઘટનાઓની જાણ કરવી મહત્વની હોય છે

Schaeffler નામ ગુણવત્તા અને નવીન શોધને લાગુ પડે છે. અમે આ પ્રતિષ્ઠા દાયકાઓથી ઉત્કૃષ્ટ કામગીરી કરીને બનાવી છે. કાયદો અને નિયમનોનું પાલન અને જવાબદાર સામાજિક કાર્યો બસ થોડાક સિદ્ધાંતો છે જેના પર આપણી પ્રતિષ્ઠા અને આપણી કંપનીની સફળતા ટકી રહી છે. ગેરકાયદેસર અને બેજવાબદાર વર્તણૂક આ સારી પ્રતિષ્ઠાને અને કાયમી ધોરણે આપણી સફળતાને ગંભીરપૂર્વક નુકસાન પહોંચાડી શકે છે.

અસરકારક કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ સિસ્ટમના ભાગ તરીકે આ ઇન્સિડન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ, Schaeffler માટે નોંધપાત્ર જોખમોમાં પરિણમી શકતી અનિચ્છિત વિકસતી ઘટનાને શરૂઆતમાં શોધવા માટે ઉપયોગમાં લેવાય છે. આ કારણસર, માત્ર અમુક અનુપાલન ઉલ્લંઘનો પર રિપોર્ટ્સ સ્વીકારવામાં અને પ્રક્રિયા કરવામાં આવશે.

આ ઇન્સિડન્ટ રિપોર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને, પરંપરાગત સંદેશાવ્યવહાર પદ્ધતિઓના ઉપયોગ ઉપરાંત, અમે તમારી ઓળખ જાહેર કર્યા વગર અનુપાલન ઉલ્લંઘનો પર માહિતી પૂરી પાડવા બદલ સગવડ પૂરી પાડી શકીએ છીએ. તમે માહિતી ચોવીસ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ, દુનિયાભરમાં કોઇપણ જગ્યાએથી ઓનલાઇન અથવા ટેલિફોન કૉલથી પૂરી પાડી શકો છો.

જો તમે અનામી બનીને માહિતી પૂરી પાડવા ઇચ્છો તો, અમે તમને તમારા રિપોર્ટના અંતે સુરક્ષિત પોસ્ટબોક્સ સેટ-અપ કરવા કહીશું જેથી કરીને રિપોર્ટ પ્રક્રિયાના સમયગાળા દરમિયાન અનામી સંદેશાવ્યવહાર ચાલુ રહી શકે છે.

તમારી પાસે કમ્પ્લાયન્સ ડિપાર્ટમેન્ટને અનુપાલનને સંબંધિત વિષયો પર અનામી પ્રશ્ન પૂછવાની તક પણ હોય છે જો તમે અચોક્કસ હો કે શું અનિચ્છિત ઘટના થઈ છે કે કેમ.

અમે તમને તમારી ઓળખ જાહેર કરતો રિપોર્ટ પૂરો પાડવા પ્રોત્સાહિત કરીએ છીએ. Schaeffler અવાજ ઉઠાવનારને રક્ષણ પૂરું પાડવા વ્યાજબી અને યોગ્ય પગલાઓ ભરે છે.

રિપોર્ટ્સ સમયસર, કાળજીપૂર્વક, સંપૂર્ણપણે અને સાચી રીતે પૂરા પાડવા જોઇએ.

ઇરાદાપૂર્વક ખોટા રિપોર્ટ્સની જોગવાઇ માટે ઇન્સિડન્ટ રિપોર્ટિંગ સિસ્ટમનો દુરુપયોગ ફોજદારી અને શિસ્તપાલન સંબંધિત કાર્યવાહીઓ કરવા પ્રેરી શકે છે.

ટેક્સ્ટ સરળીકૃત કરવાના હેતુસર, અમે અવાજ ઉઠાવનાર, કર્મચારી, સંપર્ક વગેરેને પુરુષ લિંગ સ્વરૂપે પસંદ કરી છે. એ ના કહીએ તો પણ ચાલે કે આ શરતો સ્ત્રીલિંગને પણ સમાન રીતે લાગુ પડે છે.

મારે શા માટે રિપોર્ટ દાખલ કરવો?
તમે કયા કિસ્સાઓનો રિપોર્ટ કરી શકો છો?
એક રિપોર્ટ કેવી રીતે કામ કરે છે? હું પોસ્ટબોક્સ કેવી રીતે સેટઅપ કરું?
હું કેવી રીતે પ્રતિસાદ પ્રાપ્ત કરી શકું અને હજુ પણ અનામી રહી શકું?
Schaeffler whistleblowing system અને ફરિયાદપ્રણાલી વિશે વધુ માહિતી
આંતરિક અને બાહ્ય રિપોર્ટિંગ ઓફિસ વચ્ચે પસંદગી કરવાનો અધિકાર